Home

Welcome to your new site.

Welcome to your new site! You can edit this page by clicking on the Edit link. For more information about customizing your site check out http://learn.wordpress.com/

Latest from the Blog

🌹”સમાજમાં બધાના જજ ના બનશો.”🌹 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 આપણી આસપાસ માણસોને રોજ જોઈને જીવ બાળીએ ને કાં ખુશ થઈએ છીએ.ક્યાં આ માણસ ભટકાયો..!કોઈકને સામેથી રાજી થઈ મળીએ અને ભેટીએ.માણસની પ્રકૃતિ એમ ઝટ બદલાતી નથી.સારો માણસ હોય એ સારો જ રહે છે.ખરાબ માણસ પણ દરેક બાબતમાં દરેક માટે ખરાબ રહી શકતો નથી.માણસ સરવાળે તો માણસ જ હોય છે,આપણે તેના ઉપર સારા કે ખરાબનું લેબલ લગાડી દઈએ છીએ. મોટાભાગે આ લેબલ સાચાં નથી હોતાં. આપણે આપણા કાટલાથી માણસને માપતા રહીએ છીએ,અને એ હિસાબે સંબંધો બાંધતા રહીએ છીએ.lr 👉એક માણસ તકલીફમાં હતો.ક્યાંય ચેન પડતું ન હતું.તેને થયું કે મારા સારા લોકો મને ઉપયોગી થશે.તે વારાફરતી બધાની પાસે ગયો,પણ કોઈએ મદદ ન કરી.લોકો ઉપરથી તેનો વિશ્વાસ ઊઠતો જતો હતો.એવામાં તેને એક એવો માણસ મળ્યો,જેને તે ખરાબ-નક્કામો સમજતો હતો.તેણે કહ્યું: ચિંતા ન કર, બધું થઈ જશે.આ માણસે તેને મદદ કરી,જ્યારે તે તકલીફમાં હતો.એ માણસે તેને કહ્યું :”માફ કરજે યાર,પણ હું તને આખી જિંદગી ખરાબ જ સમજતો રહ્યો અને જેને હું સારા સમજતો હતો.એ બધા જ ખરાબ નીકળ્યા.” પેલા માણસે હસીને કહ્યું: “તું ત્યારે ય ખોટો હતો અને અત્યારે પણ ખોટો છે.તું મારા વિશે સાચો ન હતો તો તું જેને હવે ખરાબ સમજે છે એના વિશે પણ સાચો નથી.એવું નથી કે કોઈએ તને મદદ કરવી નહીં હોય,પણ બનવાજોગ છે કે એ ન કરી શક્યા હોય.હું પણ આજે તને ઉપયોગી થયો છું.અને શક્ય છે કે કાલે ઉપયોગી ન પણ થઈ શકું.સાચી વાત એ છે કે કોઈપણ માણસ વિશે કોઈ ધારણા બાંધી લેવી ન જોઈએ.દરેક પોતાનું જ વિચારે.ઘુડા પેટ હમાં જ વળે એવી કહેવત અમસ્તી જ થોડી.😅 બીજાના ગુણ અને પોતાના દોષ જુઓ.” 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀 આળસુ,છિદ્રાન્વેષી અને ઈર્ષ્યાળુ મનુષ્ય માટે આ સંસાર નરક સિવાય બીજું કંઈ નથી.પાપી અને દુરાચારી, ચોર અને વ્યભિચારીની નથી લોકમાં પ્રતિષ્ઠા,નથી ૫રલોકમાં આ ઈર્ષ્યારૂપી પિશાચિની અંદર ને અંદર કાળજું કોરતી રહે છે.સામાજિક પ્રાણી હોવાથી આ૫ણો નિર્વાહ સમાજથી દૂર રહીને થઈ શકતો નથી.ઈર્ષ્યા બાધકત્વની સીમામાં બાંધે છે,આથી યાદ રાખો કે ઈર્ષ્યાથી આ૫ણે બીજાનું કંઈ જ બગાડી શકતા નથી,૫ણ પોતાની ખુદની જ હાનિ કરીએ છીએ. સમાજમાં રહીને બીજા સાથે સારા સંબંધ બાંધો અને આ૫ને પોતાને તેમના શુભચિંતક બનાવો.આગ જયાં હોય છે,તે જગ્યાને જ ૫હેલા બાળે છે.ઈર્ષ્યાથી બીજાનું કેટલું અહિત કરી શકાય છે તે અનિશ્ચિત છે,૫રંતુ એ પૂર્ણ નિશ્ચિત છે કે મનમાં ને મનમાં બળવાથી પોતાનું શરીર અને મસ્તિષ્ક વિકૃત થતું રહેશે.જેનાથી પોતાનું સ્વાસ્થ્ય અને માનસિક સંતુલન ધીરે ધીરે ઘટવા લાગશે.બીજાના દોષો જોવા જ હોય તો ઘૃણાને બદલે સુધારની દૃષ્ટિએ જોવા જોઈએ.એ જ દૃષ્ટિકોણ આ૫ણો ૫ણ રહેવો જોઈએ. યોગ્ય તો એ જ છે કે આ૫ણે આ૫ણી સમગ્ર ચેતનાને આત્મનિરિક્ષણ અને આત્મ સુધાર ૫ર કેન્દ્રિત કરીએ.બસ જૈનો પ્રતિક્રમણ કરે તેવું જ.સતત રોજ આત્મા પર જાતે જ વોચ રાખવી તે જ તપસ્યા હો.lr🌹🙏🌹

🌳|| ચણોઠી ||🌳 🌿🌿🌿🌿🌿 “વનવગડામાં લોહીના દાણા” 💓💓💓💓💓💓💓💓 👉આવું ઉખાણું અમે બચપણમાં મિત્રોને પૂછતા.એનો એક જ સાચો જવાબ : ચણોઠી.એને આપણાં દેશમાં ઘરગથ્થું ઔષધ તરીકે ભય વિના સહુ મોંમાં ચાંદા પડે-મોં આવી જાય ત્યારે વાપરીએ છીએ.એના પાન હરીપત્તી કહેવાય છે.એનો બહોળો ઉપયોગ થાય છે.પાન વાળો તંબાકૂ સોપારી સાથે એ પાન નાંખે જ.ઘરે ય ઘણાં એનો દાણો વાવી વેલ ઉછેરે છે.મેં ય અગાસીએ કુંડામાં વાવી છે જ.એના રંગીન લાલ બીજથી બાળકો રમે.ફોટોગ્રાફ જુઓ મિત્રો.ઉનાળે એની સીંગો પાકીને ફાટે છે.આદિવાસી ગરીબો એની ડોકમાં માળા બનાવી પહેરે.lr 👉અમેરિકામાં મારો મિત્ર થોડાં બીજ વાવવા લઈ ગયેલો.કસ્ટમને તપાસતાં એ અજુગતું લાગ્યું.જાણકારોએ રિપોર્ટ ઝેરી બીજ આપતાં એને અટકમાં લીધેલો.ત્યાં સમજાવતા નાકે દમ આવ્યો હશે.કે આ બીજ ઉપવિષ છે.પણ પાન મૂળ ઔષધિય જ.બિચારો હવે ખો ભૂલી ગયો.કંઈ ત્યાં લઈ જતાં બે વાર વિચારશે.ચોમાસામાં ચણોઠીની મોટી વેલ થાય છે.એના પાન ખાટી આમલીનાં પાન જેવા જ પણ મીઠા અને કોમળ હોય છે.તેની લાલ,સફેદ અને કાળી એમ ત્રણ જાત હોય છે.ઔષધમાં સફેદ ચણોઠી ઉત્તમ ગણાય છે.સફેદ ચણોઠી ઓછી દેખાય.એના સફેદ બીજની સરસ ઠાકોરજી માટે વૈષ્ણવો માળા તૈયાર કરે છે.ચણોઠીને શુદ્ધ કરવા માટે ત્રણ કલાક દુધમાં ઉકાળી ઉપરની છાલ દૂર કરી પાણીથી ધોઈ તડકામાં સુકવી ચુર્ણ બનાવી વાપરવું.ચણોઠીના મૂળ,પાન અને ફળ એટલે બીજ પણ ઔષધમાં વપરાય છે.ચણોઠી વાજીકર અને બળકારક છે.lr 👉સફેદ ચણોઠીના ચુર્ણથી પકવેલું અને ભાંગરાનો રસ નાખી સિદ્ધ કરેલું તલનું તેલ માથામાં નાંખવાથી ખોડો મટે છે.ચણોઠીના મૂળનું ચુર્ણ સુંઘવાથી માથાની બધી જાતના દુઃખાવા મટે છે. સફેદ ચણોઠીના પાન ખૂબ ચાવીને ખાવાથી ‘બેસી’ ગયેલો અવાજ ખૂલી જાય છે.મોં આવી ગયું હોય તો મટી જાય છે.જેઠીમધ ચૂર્ણ પણ મોં આવી જાય ત્યારે ખાઈ શકાય છે હો.lr 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

ધરો, ધ્રો, ધ્રોખડ,દૂર્વા,ધરોઈ:એક નિંદણ. 🌳🌹🌳🌹🌳🌹🌳🌹🌳🌹🌳 👉ધરો,ધ્રો,ધ્રોખડ,દરોઈ અથવા દૂર્વા એ બહુવર્ષાયુ પ્રકારનું સમગ્ર દુનિયામાં ફેલાયેલું નીંદણ છે.તેને દરેક પ્રકારની જમીન તેમજ પાકની પરિસ્થિતિ માફક આવે છે.તેનું બોટનિકલ નામ સાયનોડોન ડેક્ટિલોન(Cynodon dactylon) છે.તે પોએસી (Poaceae) કુળની વનસ્પતિ છે.તેને બર્મુડા ગ્રાસ (Bermuda Grass), બહામા ગ્રાસ (Bahama Grass), કોચ ગ્રાસ (Couch Grass),ડેવિલ ગ્રાસ (Devil Grass),ડોગ’ઝ ટુથ ગ્રાસ (Dog’s tooth Grass),ક્વિક ગ્રાસ (Quick Grass),સ્ટાર ગ્રાસ (Star Grass),વગેરે જેવા સામાન્ય નામોથી ઓળખવામાં આવે છે.lr 👉સામાન્ય સંસ્કૃતમાં દૂર્વા કે નીલદૂર્વા કહે છે.ધરો ખૂબ જ જાણીતું ઘાસ છે. તે જમીન પર પથરાય છે.અને ગાંઠે ગાંઠે મૂળિયાં મૂકીને વધતું જાય છે.તેના પર્ણ આંતરે આવેલા,ટૂંકા,અણીદાર અને ફિક્કા લીલા રંગના હોય છે.ફૂલની ચમારી શાખાઓને છેડે 2 થી 5 ઊભી નીકળે છે.તે લીલા અથવા જાંબુડી રંગની અને 1 થી 2 ઈંચ લાંબી હોય છે. તે કૂવાના કાંઠે,નદી અને તળાવોના કાંઠા પાસે થોડી ખારાશ અને મીઠા પાણીની ભીનાશ રહેતી હોય જગ્યાઓએ જથ્થાબંધ ઊગે છે.તેને સુશોભન માટે બાગ બગીચાઓમાં ઉગાડવામાં આવે છે.તે નરમ,મીઠું અને પૌષ્ટિક ઘાસ છે. આથી તેને તમામ પ્રકારના પ્રાણીઓ ખાય છે.lr 👉ધરોને પીસીને તેના માવાને આંખ પર બાંધવાથી આંખોમાં ઠંડક થાય છે.માથાના દુઃખાવામાં ધરોને ચુના સાથે પીસીને માથા પાર લગાડવાથી માથાનો દુઃખાવો હળવો થઈ જાય છે.નાખોરી ફૂટે કે નાકનાં દુઃખાવામાં દાડમના રસ સાથે ધરોના રસને મિક્સ કરી નાકમાં 2 -3 ટીપા રેડવાથી રાહત મળે છે.જો લોહી પડતું હોઈ તો તે પણ બંધ થઈ જાય છે.ધરોના રસના કોગળા કરવાથી મોઢાના ચાંદા પણ રૂઝાઈ જાય છે.અને ઉલ્ટીમાં પણ રાહત મળે છે.ધરોને સુંઠમાં મિક્સ કરીને પીવાથી ઝાડામાં રાહત મળે છે.હરસમસાના રોગમાં ધરોને ઘીમાં મિક્સ કરી લગાડવાથી રાહત મળે છે.ધરોને સવાર સાંજ તાજું પીસીને પીવાથી જૂની પથરીના રોગમાં રાહત મળે છે.મૂત્રમાં થતી બળતરામાં પણ ધરોનો રસ પીવાથી રાહત મળે છે.પ્રદર રોગ,રક્ત સ્ત્રાવ-ગર્ભપાતમાં ધરોનો રસ પીવાથી રાહત મળે છે.lr 👉ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ પૂજન અને અન્ય પૂજનોમાં ધરો વપરાય છે.તેને પવિત્ર અને માંગલિક માનવામાં આવે છે.ઘાસના રૂપમાં તેની અનેક વિશેષતાઓ છે.જેમ કે પાણીના અભાવે એક વાર સુકાઈ જવાનો વારો આવે તો પણ પાણીની પ્રાપ્તિ થતાં તે ફરી લીલીછમ થઈ જાય છે.મૂળમાંથી ખેંચી કાઢવામાં આવે,અને બીજે રોપવામાં આવે તો બીજા સ્થળમાં પણ તે જામી જાય છે.પોતે ટૂકડાઓમાં વહેંચાઈને પોતાના પરિવારની વૃદ્ધિ કરતી રહે છે.ધરોના આ પ્રકારે જીવન ઉપરથી પ્રેરણા મેળવવા માટે તેનો પૂજાના કાર્યમાં પ્રયોગ કરાયો છે.વ્યાપારીઓ ચોપડા પૂજન વખતે ચોપડામાં નાગરવેલના પાનની સાથે ફૂલ અને ધરોને પણ ચોપડામાં પધરાવે છે. એની પાછળની ભાવના એવી હોય છે કે અમારું વ્યાપારનું કાર્ય પણ ક્યારેક ધનના અભાવે કે મંદીના કારણે ઓછું થઈને સુકાવા લાગે,તો પણ ફરી પાછું ધનની સગવડ થતાં કે તેજીની સ્થિતિ આવતાં વ્યાપાર પાછો,લીલોછમ થઈ જાય.ધરો આઠમ ભાદરવા સુદઆઠમને દિવસે ઉજવાય છે.સ્ત્રીઓ ધરો આઠમના દિવસે ધરોની પૂજા કરે છે.આ દિવસે માતા પોતાના સંતાન માટે વ્રત રાખે છે.આગલા દિવસે રાંધેલું ટાઢું જમે છે અને ખાસ કરીને ચોખા અને બાજરીની કુલેર ખાય છે.હિંદુ ધર્મમાં મૃતકની ઉત્તરક્રિયાઓમાં ધરો આઠમના દિવસે ધરોની છાબડી આપવાની પણ એક વિધી હોય છે,જેમાં મોટે ભાગે મૃતકની પુત્રીને છાબડીમાં વસ્ત્ર અને ધરોનું દાન આપવામાં આવે છે.તેના મહત્વ વિશે મહેશ અખાણીએ સુંદર કવિતા લખી છે..! “વાહ ધરો વાહ,તું છે કીડની સુધારનારી.” વાહ ધરો વાહ..! તું છે કીડની સુધારનારી. અમે,તને પગમાં ચગદીએ. અમે તને ગ્રહણ ટાણે જાણીએ. લોહી બનાવનારી,મૂત્ર લાવનારી. સોજા મટાડનારી,ધાવણ વધારનારી તું છે પાવનકારી,તું છે દર્દ હરનારી… વાહ, ધરો વાહ..! તું છે કીડની સુધારનારી. કીડની બગડી છે,દર્દી દાખલ થાય છે. કીડની બદલવી છે,ઓપરેશન નજીક આવે છે.ધરોનો રસ પિવાય છે. ઓપરેશન દૂર થાય છે… વાહ ધરો વાહ…! તણખલા જેવી છો તું,છતાં પણ આગને હોલાવનારી. ગરમી હટાવનારી,શીતળતા આપનારી પેશાબ તણી બળતરા કે તાવ તણી જલન. મૂત્રલ બનીને કામ કરે ને દર્દનું કરે શમન. ડાયાલીસીસ કરાવતાં દર્દીને આપે શાંતિ કવચ..વાહ ધરો વાહ…! લાખો ખર્ચે,ખેતર ને ખોરડું વેચે. દુઃખી થાયે પોતે ને,ઘરના સર્વે. પગ તળે કચડાતી ધરોને જો યાદ કરતે. સ્વસ્થ બનીને ધર્મ કાર્ય કરીને આ જન્મ સુધારે, જન્મોજન્મ પણ સુધારે…! વાહ ધરો વાહ …!મહેશ અખાણી. 🏞️🏞️🏞️લીલાધરાનંદની મૌજ🏞️🏞️🏞️

Get new content delivered directly to your inbox.

Create your website at WordPress.com
Get started